દેગ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • એક જાતનું બાજ પક્ષી.
    • વ્યુત્પત્તિ: [હિંદી]
    • પાણી ભરવાનું અથવા રાંધવાનું મોટું અને કળશા જેવું તાંબાનું વાસણ; મોટો દેગડો. દેગ એટલે હાંડો અને દેગચી એટલે નાનો હાંડો એ પણ ફારસી છે.
    • વ્યુત્પત્તિ: [ફારસી]
  • ૨. સ્ત્રી.
    • દેગડી; તાંબાનું એક વાસણ; તપેલું.
    • રૂઢિપ્રયોગ: દેગ ચડાવવી = જમણવાર કરવો.

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • ૧. (બ.વ.) દેગો
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૨:
      એક ખૂણે મોટી મોટી દેગો, કઢાઈઓ, ચાકીઓ અને કોઠીઓ ઊંધી વાળેલી પડી હતી.
  • ૨. (પું) દેગડો