ધણિયામો

વિકિકોશમાંથી
  • ૧.પું.
    • દૂબળાનો ધણી. ખેડૂતને ત્યાંથી દૂબળો નાણાં ઊછીનાં લે અને તેના બદલામાં ખેડૂતને ત્યાં મજૂરી કરવા કબૂલ થાય તે ખેડૂત દૂબળાનો ધણિયામો કહેવાય છે. દૂબળો તેના હામી તરીકે ઓળખાય છે.
    • દૂબળાનો ધણી કે માલિક
    • નાણાં ઉછીનાં લઈ બદલામાં નાણાં આપનારને ત્યાં જ નોકરી કરનારો ગરીબ માણસ, હામી (દક્ષિણ ગુજરાતમાં દૂબળાઓમાં આ રિવાજ છે.)
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૨:
      “અને દૂબળા ને તેમના શેઠ ધણિયામાં પણ ભેળા થતા હતા, પ્રેમના પાશમાં બંધાતા જતા હતા. દુબળો વેઠ કરવાની ના પાડે તો ધણિયામાના કરતાં એ લડતમાં તેનો હિસ્સો વધી ન જાય ?”
  • વ્યુત્પત્તિ
    • [ (સંસ્કૃત). ધન ( પૈસો ) + ઇન્ ( વાળું ) ]

સંદર્ભ[ફેરફાર કરો]