ધમવું
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]સ. ક્રિ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]ध्मा;
प्रा. धम
અર્થ
[ફેરફાર કરો]- ધમણ ચલાવવી
- દેવતાને પવન નાખવો
- અગ્નિથી બરાબર તપાવવું
- ધૂતવું; ચોરવું
- આકુળવ્યાકુળ થવું; ગાભરું બનવું
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- ધમીને ધૂળ કરવી — અંત લેવો; પાયમાલ કરવો; દળી દળીને ઢાંકણીમાં ઉધરાવવું
- ધમી જવું
- ધમી લેવું
ઉદાહરણ
[ફેરફાર કરો]- પોતાની કરી–કરાવી મહેનત એળે ગઈ, ધમ્યું સોનું ધૂળમાં મળ્યું - વ્યાજનો વારસ
- ભરજોબનમાં કામઘેલી, મોહન મળવા ધમતી રે. - નરસિંહ મહેતા
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૪૬૧
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૪૫૬૩