લખાણ પર જાઓ

ધા

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • આહાર; અન્ન.
    • તબલાંનો એક બોલ. જેમકે, ધા ધા ધિન તા.
    • (સંગીત) ધૈવત સ્વર.
    • બળદ.
    • બૃહસ્પતિ
    • બ્રહ્મા.
    • સ્તંભ; થાંભલો.
  • ૨. સ્ત્રી.
    • આર્તનાદ; હાય; નિસાસો.
    • દોટ; હડી.
    • મદદ માટેનો પોકાર; રક્ષણ માટેની પ્રબળ માંગ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૧૯:
      “અને ભગવાને જો ધ્રોપદીની ધા સાંભળી’તી તો મારી ધા શું નહીં સાંભળે ?”
    • હડકાયું જનાવર કે સાપ કરડવાથી જેને કરડ થયો હોય તેનાં ઘરમાં આબાલવૃદ્ધ સૌ પોતાના ઈષ્ટ દેવ ઉપર આસ્થા રાખી ભૂખ્યા રહે તે
  • ૩. (અ.)
    • सं. પ્રકારે, રીતે એવા અર્થનો પ્રત્યય. જેમ કે દ્વિઘા, શતધા, અનેકધા.
  • ૪. (સ. ક્રિ.)
    • ટેકો આપવો.
    • દેવું; આપવું; દાન કરવું.
    • ધારણ કરવું.
    • પોષણ કરવું.
    • મળતું આવવું.
    • રક્ષણ કરવું.
    • શરીર ઉપર પહેરવું.
    • સહન કરવું.