લખાણ પર જાઓ

ધોળ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • અપયશ; અપકીર્તિ.
    • ઉજાળ; ધોળું કરવું તે.
    • એક જાતની ધોળી માટી.
    • ગીતનો એક ઢાળ.
    • વહેવાર; નાતો; સંબંધ.
    • સ્ત્રીઓએ મંગળ અવસરે ગાવાનું ગીત.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ધોળ ગાવાં = (૧) ગીત ગાવા. (૨). વખાણ કરવાં. (૩) વાંકું બોલવું. (વ્યંગમાં વપરાય છે.)
    • ૨. નાતરામાં ધોળ નહિ ને ખીચડીમાં ગોળ નહિ = (૧) પ્રસંગને અનુસરતું બધું કરાય. (૨) વિવાહના ગીત વિવાહમાં જ ગવાય.
  • ૨. સ્ત્રી.
    • બે ફૂટની લંબાઈની, રાતા રંગની અને ભીંગડાવાળી માછલી. તે મધદરિયામાં રહે છે. તેમાં થોડા કાંટા હોય છે.
    • હલકી જાતની ડાંગર.
    • એક જાતની વનસ્પતિ. તેના પાંદડાં નાજુક અને લાંબા હોય છે. તેની ભાજી બને છે. તેના બિયાં બંદૂકના દારૂ જેવાં હોય છે. તે ઔષધિમાં ઉપયોગી મનાય છે.
  • ૩. ન.
    • છાશ.
    • એક જાતનું હોલું; આપાંકુર.
  • ૪. વિશેષણ
    • सं. ઊજળું; ધોળું.


સંદર્ભ

[ફેરફાર કરો]