લખાણ પર જાઓ

નરથર

વિકિકોશમાંથી
  • ૧. (પું.) ( શિલ્પ ) સિંહાસનના ૮૬ પૈકીના સાત ભાગોનો બનેલો એક ભાગ. તેમાં મનુષ્ય પ્રાણીની આકૃતિઓ કોતરવામાં આવે છે.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] નર ( માણસ ) + સ્તર ( થર )
    • ઉપયોગ: સિંહાસનના ઉદયમાં અશ્વથર ઉપર મનુષ્યનાં ચિત્રનો થર આવે છે, તેની ઊંચાઈ સિંહાસનના ૭/૮૬ જેટલી હોય છે સિંહાસનના ઉદયથી ૮૬ ભાગો કરવા અને તે ભાગોમાંથી × × × સાત ભાગોનો નરથર કરવો. – રાજવલ્લભ
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૧૮:
      ગભારાની બહારના ‘નરથર’ ઉપર રજૂ થતાં ધર્મ અર્થ, કામ અને મોક્ષના એ સંકેતશિલ્પો :