નાવલિયો

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

  • નામ (પું.)

અર્થ[ફેરફાર કરો]

  • નાથ; પતિ; ધણી. (લાલિત્યવાચક શબ્દ, પદ્યમાં)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

નાથ

ણાહ

  • ઉદાહરણ:
    ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૫૮:
    બે પુત્રોને બદલે બે પત્નીઓ માટે એ યોજના અમલમાં મૂકવી પડી એ માટે આ બે ગોરીનો નાવલિયો ઘણી વેળા કોઈ ફિલસૂફને શોભે એવું કારુણ્યભર્યું હાસ્ય અનુભવી રહેતો.
  • ઉદાહરણ: જેઠ જગજીવન જગતમાં મારો નાવલિયો નિર્દોષ – મીરાંબાઈ

સમાનાર્થી શબ્દ[ફેરફાર કરો]

  • નાવલો
    • 'ધેણ કહેતી રે હું તો કાચા ચણા ચાવું, ટચલી આંગળી ઉપર નાવલો નચાવું.'

સંદર્ભો[ફેરફાર કરો]

  • ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૬૩. OCLC 5197054
  • નાવલિયો ભગવદ્ગોમંડલ પર.