નિશાન

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • અભણ આદમીએ પોતાના હસ્તાક્ષરને બદલે કાગળ ઉપર કરેલું ચિહ્ન.

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુંસકલિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • ઇશારત; સાન.
  • ઊંટ ઉપરની નોબત.
  • એક પ્રકારનું રણવાદ્ય; નોબત; નગારૂં.
  • કોઈ પ્રાચીન કે પહેલાંની ઘટના કે પદાર્થનો પરિચય આપે તેવું લખાણ કે ચિહ્ન.
  • ચિહ્ન; પ્રતીક, ઓળખવાનું લક્ષણ; એંધાણ; સંજ્ઞા.(વ્યુત્પત્તિ - ફારસી)†
  • ચોઘડિયું; ડંકો; ઘડિયાળાં.
  • ચોટ; બંદૂક, તીર વગેરે મારવામાં નક્કી કરેલે સ્થળે ચોટ લાગવી તે; તાકવાનું લક્ષ્ય.‡
  • ઝંડો; વાવટો, સૈન્ય તેમજ વરઘોડામાં કે સવારીમાં હાથી, ઘોડા, ઊંટ વગેરે ઉપર નગારાની જોડ સાથે રાખવામાં આવતો ધ્વજ .£
  • તીક્ષ્ણ કરવું તે. (વ્યુત્પત્તિ - સંસ્કૃત)
  • ધારેલી બાબત; ધારણા.♣
  • લીટો; રેખા; ઘસરકો.
  • શરીર અથવા કોઈ પદાર્થ ઉપર બનેલું સ્વાભાવિક કે કોઈ પ્રકારનું ચિહ્ન; લાખું; લાંછન.
  • સમુદ્રમાં કે પહાડો ઉપર લોકોને માર્ગ આદિ બતાવવાને માટે કોઈ પ્રયોગ કરવામાં આવ્યો હોય તેવું સ્થાન.
  • સરનામું; ઠેકાણું.

રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]

  • †નામનિશાન = (૧) કોઈ જાતનું ચિહ્ન કે લક્ષણ. (૨) બચેલો થોડો ભાગ.
  • † નામનિશાન ન હોવું = નાશ પામવું.
  • † નિશાન કરવું = (૧) ચિહ્ન કરવું; નિશાની કરવી. (૨) છાપ મારવી. (૩) સહી કરવી.
  • † નિશાન પડવું = ચિહ્ન રહી જવું.
  • † નિશાન પહોંચાડવું = એ નામની રમત રમવી. તેમાં શિક્ષકે છોકરાઓને ત્રણ કે ચારની હારમાં ઊભા રાખવા. દરેક આડી હારમાં ઊભા રાખવા. દરેક આડી હારમાં બે છોકરાઓ વચ્ચે આઠ ફૂટનું અંતર રાખવું અને ઊભી હારમાં પંદર ફૂટનું અંતર રાખવું. પહેલી ટોળીની પહેલી હારના દરેક છોકરાના હાથમાં એક એક નિશાન આપવું. શિક્ષકે પચીશ ફૂટ દૂર ઊભા રહેવું. સિસોટી થતાં જ નિશાનવાળા છોકરાઓએ સામેના પક્ષ તરફ દોડતા જવું અને તે પક્ષના બધા છોકરાઓને જમણી તરફથી ડાબી તરફ પ્રદક્ષિણા કરી પોતાના પક્ષ તરફ પાછા આવવું તેમ જ પોતાના પક્ષના પાછલા છોકરાને પોતાનું નિશાન આપી મૂળ જગ્યાએ આવી ઊભા રહેવું. પહેલી હારના બધા છોકરાઓ એ પ્રમાણે કરે, બીજી હારના બધા છોકરાઓને નિશાનો મળી જાય, તે બધાએ તે પછી પહેલા નંબરોની ડાબી બાજુએ થઈને સામા પક્ષ તરફ દોડતા જવું અને તે પહેલા છોકરાઓએ કર્યું તે પ્રમાણે સામા પક્ષના બધા છોકરાને જમણી પ્રદક્ષિણા કરી પોતાના પક્ષ પાસે આવવું અને તે પહેલા નંબરોની ડાબી બાજુએથી પોતાના પક્ષમાં પેસીને ત્રીજા નંબરોને પોતાનાં નિશાન આપવાં અને પોતે પોતાની જગ્યાએ ઊભા રહેવું. આ રીતે પહેલાએ બીજાને, બીજાએ ત્રીજાને એમ અનુક્રમે નિશાન પહોંચાડવાં. છેવટના છોકરાએ સામેના પક્ષના પહેલા છોકરાને નિશાન આપી પોતાની જગ્યાએ આવવું. પછી તે છોકરાએ નિશાન લઈને સામેના પક્ષને ઉપર બતાવ્યા પ્રમાણે પ્રદક્ષિણા કરીને પાછું આવવું અને પોતાની પછીના છોકરાને નિશાન આપીને પોતાની જગ્યાએ આવી ઊભા રહેવું. એ પક્ષના છેવટના છોકરાને શિક્ષક પાસે લઈ જવો. જે પક્ષનું નિશાન શિક્ષકના હાથમાં પ્રથમ આવે તે જીત્યો ગણાય.
  • † નિશાને સોદાગરી = વેપાર ચિહ્ન; `ટ્રેડ માર્ક. `
  • † સમંદ્રી નિશાન = દરિયાનું ચિહ્ન.
  • ‡ નિશાન ઉડાડવું-ઉડાડવું = (૧) તાકેલ નિશાન બરાબર તાકીને તોડી પાડવું. (૨) ધારણા સફળ કરવી; ઇચ્છા પૂરી કરવી.
  • ‡ નિશાન ટાંકવું = સામેના પદાર્થને દૃષ્ટિમર્યાદામાં લેવો.
  • ‡ નિશાન તાકવું = ધારેલે કે નક્કી કરેલે સ્થાને ચોટ લગાવવી; ધારેલે સ્થળે ચોટ લાગે તે રીતે બાણ વગેરેનું સંધાન કરવું.
  • ‡ નિશાન પાડવું-મારવું = (૧) ધારેલે સ્થળે ચોટ લગાવવી. (૨) ધાર્યું કામ પાર પાડવું.
  • ‡ નિશાન માંડવું = નિશાન તાકવું.

--

  • £ નિશાન ચડવું = યુદ્ધનો વાવટો ફરકવો.
  • £ નિશાન ચડાવવું = જીતનો વાવટો.
  • £ નિશાનનો હાથી = (૧) અગ્રેસર. (૨) સવારીમાં આગળ રહેતો વાવટાવાળો હાથી.

--

  • ♣નિશાન વાગવું = (૧) ધાર્યો વિચાર પાર પડવો; ઈચ્છા તૃપ્ત થવી; ધારેલા કામની સિદ્ધિ થવી. (૨) નક્કી કરેલ સ્થળે ચોટ વાગવી; ધારેલું નિશાન બરાબર તાકીને તોડી પાડવું

ઉદાહરણ[ફેરફાર કરો]

એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
વાગે ત્રંબાળુ નિશાન;
એ… જી… સાયબો પરણે સુંદરી
પરણે રવિ ઊગમતે ભાણ.

-વ્યાજનો વારસ