પણે

વિકિકોશમાંથી
  • ક્રિયા વિશેષણ
    • તહીં; ત્યાં; પેલે ઠેકાણે; પેલા બાજુએ;સામે ઠેકાણે, ત્યાંકણે, વાં, ન્યાં
      • ઉપયોગ : પણે સારસ યુગલ ઊતરે.- કલાપી.
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૫૬:
        “અને સૌની મોખરે સરદાર ! આઠે પહોર કાલે શું કરવું તેની ચિંતા કરતો, કાળામાં કાળાં વાદળ આવશે તો તેને અમુક રીતે પહોંચી વળશું એવા ઘાટ ધડતો, પકડવાનો હુકમ કાલે આવશે એમ માની આજથી તેની તૈયારી રાખતો, હજાર હુકમ કાઢતો, અહીં આશ્વાસન દેતો, પણે હસાવતો, અહીં ઠપકો આપતો, પણે અમલદારને ઉઘાડા પાડતો, પોતાના જ મનાઈહુકમને પરિણામે રોજ પાંચ પાંચ સાતસાત ભાષણો કરવાની સજા સુખે ભાગવતો, ‘નિર્ભય તો છું, છતાં અત્યારે કાંટાની પથારી ઉપર સૂતેલો છું, કારણ તમે ભોળા છો,' એમ કહી સ્થાનેસ્થાને સૌને ચેતવતો, સર્વવ્યાપી સરદાર સૌ કોઈ નું આકર્ષણ કરે તેમાં નવાઈ શી ?.”

સંદર્ભ[ફેરફાર કરો]