પરહેજ

વિકિકોશમાંથી
  • ૧. પુંલિંગ
    • કેદી; બંદીવાન.
  • રૂઢિપ્રયોગ
    • ૧. પરહેજ કરવું = કેદ કરવું.
    • ઉદાહરણ
      1935, ઝવેરચંદ મેઘાણી, પલકારા, page ૯૦:
      “…જાહેર રસ્તા પરના ફાનસને અજવાળે આ પરહેજ બનેલા આદમીએ પોતાના ગજવામાંથી એક પાસ બહાર કાઢ્યો.”
      “…jāher rastā parnā phānasne ajavāḷe ā parhej banelā ādamīe potānā gajvāmā̃thī eka pās bahār kāḍhyo.”
      (please add an English translation of this quotation)
    • ગુનાઓથી બચીને ચાલવું તે.
    • પવિત્રતા; સદાચરણ.
    • પ્રતિબંધ; અટકાવ.
    • માસિક અટકાવની સ્થિતિ; ઋતુદર્શન.
    • હાથ અને પગમાં નાખેલી બેડીને ખેંચવાની આંકડી.
  • ૨. સ્ત્રીલિંગ
    • નિગ્રહ; સંયમ; નઠારાં કામોથી દૂર રહેવું તે; ઇન્દ્રિયદમન.
    • પરેજી; કરી; પથ્ય; રોગ ઉત્પન્ન કરનાર અથવા વધારનાર વસ્તુઓનો ત્યાગ કરવો તે; દર્દનું શમન કરવાના હેતુથી ખોરાકમાં સંયમ પાળવો તે.
  • ૩. વિશેષણ
    • કરી કે પરહેજી પાળનારું; કરી પાળવી પડતી હોય તેવી હાલતવાળું.
    • કેદમાં રહેલું; બંધનમાં પડેલું.
    • કોઈને પરવશ રહેલું.
    • નઠારાં કામોથી દૂર રહેનાર; સંયમી; પરહેજગાર.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 5373