પાંતી
Appearance
- ૧. (સ્ત્રી.) (ગ.) એક વસ્તુની કીમત આપેલી હોય તે ઉપરથી તે જ જાતની અનેક વસ્તુઓની કીમત આપેલી કીમતના એકાંશ પાડીને શોધી કાઢવાની રીત; પરિમાણના વિભાગ પાડીનેહિસાબ ગણવાની ગણિતની એક રીત. પાંતી બે જાતની છે: સાદી અને મિશ્ર અથવા સંયુક્ત.
- રૂઢિપ્રયોગ: પાંતીના હિસાબ = ભાગ પાડીને ગણવાના હિસાબ.
- ૧. (સ્ત્રી.) પક્ષ; બાજુ.
- વ્યુત્પત્તિ :[સંસ્કૃત] પંક્તિ
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૩૫:
- ‘બહેન, એનું નામ જ પંચમકાળનાં એંધાણ. માણસ બધીય પાંતીનું સુખ તો ન જ પામે.’
- ૧. (સ્ત્રી.) પટિયાં પાડવાં તે; પાંથી; સેંથી, માથાના વાળ ઓળી વચ્ચે પાડવામાં આવતી સેંથી (કોરી લીટીનો આકાર)
- રૂઢિપ્રયોગ: પાંતીએ પાંતીએ તેલ નાખવું = (૧) પ્રત્યેક વાતમાં મેણાં મારવાં. (૨) વિગતથી ગળે ઊતરે તેમ સમજાવવું.
- ૧. (સ્ત્રી.) પંગત; પંક્તિ; હાર.
- ૧. (સ્ત્રી.) ભાગ; વિભાગ; હિસ્સો; ` શેર. `
- ૧. (સ્ત્રી.) ભાગીદારી; જેમાં ઘણા જણના ભાગ હોય એવું કામ કે ધંધો; પંક્તિવાળું.
- ૧. (સ્ત્રી.) ભાગે આવતો હિસ્સો; વાંટણીનો વિભાગ; ભાગ; ફાળો; વાંટો.
- ૧. (સ્ત્રી.) રીત; દસ્તૂર; માર્ગ.
- ૧. (સ્ત્રી.) લીટી.
- ૧. (અ.) પાસે; સમીપ.
- ૧. (અ.) પ્રત્યે.
- ૧. (અ.) બાબત; વિષે.