લખાણ પર જાઓ

પામર

વિકિકોશમાંથી
  • ૧. (પું.) કેવળ વિષયમાં જ બંધાયેલો જીવ.
  • ૧. (પું.) ગુલામ.
  • ૧. (પું.) હલકો ધંધો કરનાર માણસ.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
  • ૧. (પું.) હલકો માણસ; નીચ કુળમાં ઉત્પન્ન થયેલ માણસ.
  • ૧. (સ્ત્રી.) સગરની એ નામની એક અટક.
  • ૧. (ન.) એ નામની અટકનું માણસ.
  • ૧. (વિ.) અશ્લીલ; હલકટ.
  • ૧. (વિ.) એ નામની અટકનું.
  • ૧. (વિ.) કંગાલ; રાંક.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૪૧:
      ‘જાણું જ છું, ચતરભજ એટલે આભાશાની પેઢીનો ઓશિયાળો વાણોતર, આ અમરતની ઓળખાણથી મુનીમના હોદ્દા લગી પહોંચેલો ખટપટિયો, અને અમરતની જ દયાથી એ હોદ્દે ટકી રહેલો પામર પેટભરું.’
  • ૧. (વિ.) કેવળ વૈભવથી જ મોહ પામનાર. કેવળ રૂપથી મોહે તે ગમાર કહેવાય છે.
  • ૧. (વિ.) ખલ; દુષ્ટ; પાજી.
  • ૧. (વિ.) નિર્બળ; અશક્ત.
  • ૧. (વિ.) નીચ; તુચ્છ; હીણ; ક્ષુલ્લક; અધમ; સાંકડા મનનું.
  • ૧. (વિ.) મૂર્ખ; બેવકૂફ; નાચીઝ; અજ્ઞાન.

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page ૫૫૬૭
  • “પામર - Gujarati to Gujarati meaning, પામર ગુજરાતી વ્યાખ્યા”, in Gujarati Lexicon[૨], accessed 2020-03-10