પિછોડી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • ઉપરણો; ખેસ; ખાંધ ઉપર બે પાસ ઝૂલતું રાખવાનું પાતળું કપડું.
    • ઓઢવાનું જાડું અને પહોળું વસ્ત્ર; પછેડી; ઓઢવાની જાડી ચાદર; પછેડી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૨૦:
      ‘બે પોતડી, બે બદન, એક પિછોડી, જોડો.’
    • ઢાંકણ; આવરણ.
    • બહાનું; ખોટું કારણ.
      • ઉપયોગ
      • એ હેતુની પિછોડી નીચે તેઓએ અનેક કૂડકપટોનો પ્રયોગ કર્યો. – નવજીવન
    • બિછાના ઉપર પાથરવાનું કપડું; ચાદર.

રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]

  • ૧. પિછોડી ઓઢવી = બધું ગુમાવી રોવા બેસવું; નાદાર થઈ જવું; દીવાળું કાઢવું.
  • ૨. પિછોડી ઓઢાડવી = સામાને ભૂરકીમાં કે ભ્રમમાં નાખવું, જેથી બીજું સૂઝી ન શકે; ખરી સૂઝ પડવા ન દેવી.
  • ૩. પિછોડીમાં પથરો લઈને ફૂટવું = મુદ્દો મૂકી ગમે તેમ બોલવું; મુદ્દાસર ન બોલવું.

સંદર્ભ[ફેરફાર કરો]