પ્રાછટ

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) ઘા; પ્રહાર; માર.
  • ૨. (સ્ત્રી.) વરસાદનું ઝાપટું.
    • ઉદાહરણ
      1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૪૧:
      “...આ લે આ દક્ષિણા અને માંડ ભાગવા. હમણાં અહીં ગોળીઉની પ્રાછટ બોલશે.”

સંદર્ભ[ફેરફાર કરો]