ફડચો
Appearance
- ૧. (પું.)
- નિકાલ; તોડ; સમાધાન.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૧:
- “ઘેર આવીને છૂટા હોય તેટલી ઘડી આંટા મારતા હોય, અને એ દરેક આંટાની સાથે તેમના મગજમાં લડતના ભાવી સ્વરૂપની રૂપરેખા ચીતરાતી હોય. હવે તેમણે એક અટપટા સવાલના સીધો ફડચો કરી નાંખવાનું મહત્ત્વનું પગલું લીધું.”
- દેવાની પતાવટ; દેવાની માંડવાળ કે પતાવટ; લિક્વિડેશન; કરજની પતાવટ, નાદારી.
- કપડાનો ટુકડો.
- વ્યુત્પત્તિ ફાડવું + चह (ફારસી.)
- ગૂંચવણ મટાડી કંઈક નક્કી કરવું તે; નિકાલ; નિર્ણય; તોડ.
- सं. સ્ફુટિકા
- રૂઢિપ્રયોગ
- ફડચો આણવો-કરવો-કાઢવો-મૂકવો-લાવવો = પતાવવું; કજિયો પતાવવો; તોડ લાવવો.
- ફડચામાં લઈ જવું = (૧) આટોપવું; સમાપ્તિ કરવી. (૨) દેવાળું જાહેર કરી બાકી રહેલી મિલ્કતમાંથી દેવાની પતાવટ કરવી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ફડચો ભગવદ્ગોમંડલ પર.