લખાણ પર જાઓ

ફનાફાતિયા

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) પાયમાલી; નાશ.
  • ૨. (સ્ત્રી.) ભાગલા પડી જવા તે.
  • ૩. (સ્ત્રી.) ભૂકો; ચૂરેચૂરા.
  • ૪. (સ્રી.) સમૂળગો નાશ; સંપૂર્ણ નાશ; નિર્મૂળ થઈ જવું તે.
    • વ્યુત્પત્તિ : [અરબી]
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૭:
      ‘બેટા, પણ તારા આ હઠાગ્રહથી કુટુંબની લાખોની મિલકત ફનાફાતિયા થઈ જશે એનો તને કાંઈ ખ્યાલ છે ?’
  • ૫. (વિ.) છિન્નભિન્ન થઈ ગયેલ; ભાગલા પડી ગયેલ.
  • ૬. (વિ.) નષ્ટ; પાયમાલ; ખેદાનમેદાન.
    • રૂઢિપ્રયોગ
      ૧. ફનાફાતિયા કરવા = લાસ કરવું; પાયમાલ કરવું.
      ૨. ફનાફાતિયા કરી નાખવું-થઈ જવું = સંપૂર્ણ નાશ થવો.
      ૩. ફનાફાતિયા થવું-થઈ જવું = (૧) ઉડાવી દેવું; વેડફી નાખવું. (૨) પાયમાલ થવું; કચ્ચરઘાણ વળવો; લાસ થઈ જવું; સમૂળો નાશ થવો; સંહાર થવો; ખરાબખસ્ત થવું.
  • ૭. (વિ.) સમૂળગું નાશ પામેલું. કુરાને શરીફમાંના પહેલા અધ્યાયનું નામ ફાતિયો છે. મુસલમાનોમાં શુભાશુભ પ્રસંગે એ અધ્યાયનો પાઠ કરવામાં આવે છે અને તેનું પુણ્ય જેને માટે તે પાઠ કર્યો હોય તેને મળે એમ કહેવાય છે. સાધારણ રીતે મરી ગયેલાના પુણ્યાર્થે એનો પાઠ થતો હોવાથી ફાતેહાનો અર્થ ફના થઈ જવા સાથે સંબંધ રાખે છે. તેથી ફનાફાતિયા એટલે સમૂળગો નાશ થયેલો એવો અર્થ થાય છે. સર્વનાશ પામેલું; પાયમાલ થઈ ગયેલું.