લખાણ પર જાઓ

બરુ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • सं. એ નામનો એક ઋષિ. તેણે ઋગ્વેદના દશમા મંડલનું ૯૬મું સૂક્ત રચ્યું છે.
  • ૨. પું., ન.
    • નેતરની જાતનું એક બરડ ઘાસ. તે ઘણુંખરૂં નદીની કાંઠે ઊગે છે.
    • એ નામના ઘાસનો સાંઠો. આ મજબૂત ઘાસ સાત, આઠ ફૂટ ઊંચું થાય છે. તેની ઉપર મંજરી આવે છે. તેનો સાઠો ઉપરથી લાલ, પાકટ અને અંદરથી પોલો હોય છે. તેની ઘણી જાત થાય છે. તજિયાં, કાળો બરુ, વાંસનો બરુ, ધોળો બરુ વગેરે. તેમાંથી ચટાઈ, ટોપી વગેરે બનાવાય છે. તેને બિયાં હોય છે. આ દેશમાં ધોળા બરુની ઉત્પત્તિ થાય છે. ઔષધિ તરીકે પણ તે વપરાય છે. તેના દાણા જારના દાણાને મળતા હોય છે. જુવારની માતા આ બરુ ઘાસ છે. એ ઘાસથી ઢોરને મીણો ચડે છે. તેના સાંઠાની કલમ બને છે.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૨૪૫:
      “…ઓતમચંદ શાહીનાં ખડિયામાં બરુ બોળી બોળીને અક્ષરો પાડતો હતો.”
  • ૩. પું.
    • કાઠું; લેખણ બનાવવાનું દ્રવ્ય; મલોખું.
    • એક જાતનું પ્રાણી; વરૂ.
    • સરકટ; જવાઈ.
  • ૪. અવ્યય

ભલે.

સંદર્ભ

[ફેરફાર કરો]