ભડકું

વિકિકોશમાંથી
  • ન.
    • ખોરાકને માટે તીવ્ર ઇચ્છા.
    • ઘટ્ટ રાબ જેવી એક વાની; ભરડકું; બાજરી. જુવાર વગેરેને ભરડી, પાણીમાં રાંધીને બનાવેલો ખાવાનો પદાર્થ; ઘેંશ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૨૦:
      ‘મારે ઘેર હું ખરચ થાય ? ઘરમાં તો અમે જુવારનું ભડકું પીએ.’
    • ઝાળ; લાય; ભડકો; અગ્નિશિખા; જ્વાળા; અગ્નિનો ભભૂકો; જોશવાળું મોટું બળતું; તાપ.
    • ભડક; ચમકવું તે.
    • ભય; બીક; ડર.
    • ભાવ; ઊંડી તીવ્ર લાગણી.

સંદર્ભ[ફેરફાર કરો]