મજકૂર

વિકિકોશમાંથી
 • ૧. પું.
  • અનુક્રમણિકા; ફેરિસ્ત.
  • એકરાર; કબૂલાત.
  • કેફિયત; નિવેદન; તપસીલ; વિધાન; કથન; ચર્ચા; બયાન; હકીકત; બીના; હેવાલ; વર્ણન.
  • પુરાવો.
  • વસ્તુ; મર્મ.
  • વિષય; મતલબ; બાબત; જીકર.
  • સમન્સ બજાવનાર માણસ.
 • ૨. (વિ.)
  • ચાલું; ચાલતું.
  • ઉપર કહેલું કે લખેલું; સદર; સદરહુ; આગળ જણાવેલું; પ્રથમનું; પૂર્વનિર્દિષ્ટ; ઉપરોક્ત.
  • ઉદાહરણ
   1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૨૯:
   “બાઈ અજવાળી, બાપનું નામ વાઘા, જાતે કુંભાર, તા. અમુકના રોજ મધરાત પછી જાતે તારા બાળકની હત્યા કરી, તેને ગોઝારે કોઠે ઘાતકીપણે મૂકી આવવાનો તારા પર આરોપ છે. ઈશ્વરને માથે રાખીને બોલ, તેં મજકૂર ગુનો કર્યો છે કે નહીં ?”

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

 • વ્યુત્પત્તિ શબ્દ: (ઉચ્ચાર: મઝકૂર )

સંદર્ભ[ફેરફાર કરો]