મજૂસ

વિકિકોશમાંથી
  • પું.
    • ફા.ઝોરોસ્ટરનો અનુયાયી; અગ્નિનો પૂજારી.
  • સ્ત્રી.
    • મોટી પેટી, પટારો, લાકડાંની મોટી (પૈડાંવાળી) પેટી.
    • લાકડાનો યા માટીનો બનાવેલો ઘી, દૂધ વગેરે રાખવાનો નાના બારણાવાળો ચોરસ કે લંબચોરસ ઘાટનો તાકો કે કોઠલો. (ગામડામાં એના ઉપર ડામચિયો રાખે.)
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૬૫:
‘સમજી!’ એટલું જ કહીને ચંપા મૂંગી થઈ ગઈ અને મજૂસ પરથી વાસણો ઉતારવા લાગી.

સંદર્ભ[ફેરફાર કરો]