મદ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.) [सं.]
અર્થ
[ફેરફાર કરો]- કેફ; કેફની ખુમારી
- ગર્વ; તોર
- હાથીના ગંડસ્થળમાંથી ઝરતો રસ
સંબંધિત શબ્દો
[ફેરફાર કરો]- મદકલ (વિ.) — મદથી ઉન્મત્ત બનેલું
- મદગળ (પું.) — હાથી
- મદગળતો (વિ. પું.) — ગંડસ્થળમાંથી મદ ઝરતો હોય તેવો (હાથી)
- મદઘેંઘટ (પું.) — મદોન્મત્ત
- મદઝર (વિ.) — મદગળતો
- મદભર (વિ.) — મદ ભરેલું
- મદમસ્ત; મદમાતું (વિ.) — મદથી મસ્ત બનેલું; મદોન્મત્ત
- મદલેખા (પું.) — એક છંદ
- મદવિકાર (પું.) — કેફની ખુમારી; ઉન્મત્તતા; મદ ઝરવો તે
રૂઢિ પ્રયોગ
[ફેરફાર કરો]- મદ ઊતરવો — કેફ કે ગર્વ દૂર થવાં
- મદ ચઢવો — ગર્વ કરવો
- મદમાં આવવું — ગર્વિષ્ઠ થવું; તોફાને ચડવું
સંદર્ભ
[ફેરફાર કરો]સાર્થ ગુજરાતી જોડણી કોશ, ગુજરાત વિદ્યાપીઠ. પૃ. ૬૪૧–૬૪૨. (પાંચમી આવૃત્તિ, આઠમું પુનર્મુદ્રણ, ઓક્ટોબર ૨૦૦૮, ISBN: 81-86445-97-8)