મસીદ
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (સ્ત્રી.)
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]अ. मस्जिद; સર. म. मशीद
અર્થ
[ફેરફાર કરો]- મુસલમાનોનું બંદગી કરવાનું જાહેર મકાન; નમાજ પઢવાનું સ્થાન; મસ્જિદ
- બંદૂકની માખી; બંદૂકની નાળ ઉપર લવિંગને છેડે બેસાડેલી લોઢાની કટકી (તે બંદૂકથી નિશાન તાકવામાં નિશાન સાથે જોવામાં આવે છે.)
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- મસીદ કોટે વળગવી
- ભલું કરવા જતાં પંચાતમાં ફસાવાનું થવું
- પારકી પીડા વળગવી; લપ વળગવી
- ઉદાહરણ : માનવંતી તો નમાજ પઢવા જતાં કોટે મસીદ વળગી હોય એટલી અકળામણ અનુભવી રહી. - વ્યાજનો વારસ
- મફતનું ખાવું ને મસીદે સૂવું
- બિલકુલ બેફિકરા રહેવું; ખાવાપીવા કે ઘરબારની જેને જરૂર ન હોય તેવું; નફિકરું
સંદર્ભ
[ફેરફાર કરો]- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૧૫૦
- ભગવદ્ગોમંડલ, પૃષ્ઠ ૭૦૨૭