મહર
Appearance
અર્થ
[ફેરફાર કરો]- પું.
- અરબસ્તાનમાં થતું એક જાતનું કરિયાણું.
- એ નામનું એક સ્વર્ગ.
- એ નામનો જરથોસ્તી મહિનાનો સોળમો દિવસ.
- એક જાતનું પક્ષી.
- કરિયાવર; સ્ત્રીધન.
- રાય; રાજા.
- લગ્ન પહેલાં સ્ત્રીને આપેલી બક્ષિશ.
- લગ્નનો કરાર.
- વ્રજમાં જમીનદારોને માટે બોલાતો એક આદરસૂચક શબ્દ. કોઇ વાર શ્રીકૃષ્ણના પિતા નંદને માટે પણ તેનું નામ લીધા વગર આ શબ્દ વપરાય છે.
- સરદાર
- મર્મમાં કહેવું તે; મર્મ; વ્યંગ; કટાક્ષ; મહેણું; ઓઠું; મર્મ વચન.
- સ્ત્રી.
- મહેર; કૃપા; દયા; અમીદૃષ્ટિ; મહેરબાની. (વ્યુત્પત્તિ: અરબી)
- સ્ત્રી; પત્ની.
- મહેણું, ટોણું (કાઠિયાવાડી)
- ઉદાહરણ 1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page ૧૧૪:
- ‘ચડીને નીકળશે એટલે કાઠીઓ મહર (મશ્કરી) કરશે કે આની માને ચોર લઈ ગયા. અને કજિયો કરશે તો કહેશે કે અમે તો આ ઘોડીને વિષે કહેતા હતા !’
- ઉદાહરણ
- વિશેષણ
- દયાળુ; દયાવાન
- સુગંધિત.
રૂઢિ પ્રયોગ
[ફેરફાર કરો]- મહર બાંધવો = સ્ત્રીને ધન કે સંપત્તિ બક્ષિશ આપવી.
સંદર્ભ
[ફેરફાર કરો]- મહર ભગવદ્ગોમંડલ પર.