મહામારી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • એ નામની દેવી; દુર્ગા; મહાકાલી.
    • કોગળિયાની દેવી.
    • ઘણાં મરણ થાય તેવો ભયંકર જીવલેણ રોગ. જેમ કે, કોગળિયું, મરકી. જ્યારે જ્યારે આ રોગ જણાય છે ત્યારે કેટલેક સ્થળે દૂધ અને દારૂની ધારાથી ગામને પ્રદક્ષિણા કરી વર્તુળ દોરાય છે. તે કોગળિયાના દૈત્યથી ઓળંગી શકાતું નથી એવી માન્યતા છે. કોઈ ઠેકાણે બકરાં ઉપર રોગને મૂકી તેને લાલ રંગી જંગલમાં હાંકી કાઢે છે. કોઈ ઠેકાણે કોગળિયાના રાક્ષસનું પૂતળું બનાવી ગામ બહાર લઈ જઈ તેની પૂજા કરે છે. આ રોગ અંત્યજ લોકો પૂતળાં દાટી કરે છે તેવો વહેમ પણ કેટલાંક સ્થળોએ હતો.
    • દુષ્કાળ.

સંદર્ભ[ફેરફાર કરો]