લખાણ પર જાઓ

માંચી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) આસન જેવી બેઠક; નાનો માંચો; નાની ખાટ; સાંગામાચી.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૪:
      ‘ડાંઉ ડાંઉ કર્યા કરો તમતમારે ! આ અમરત કોઈને કાનસરો દિયે એવી નથી, ભલેને દુનિયા આખી ભસ્યા કરે ! બંદા બેઠા માંચી ને દુનિયા ડહોળે પાણી.’
  • ૨. (સ્ત્રી.) ગજસેનાનો ઉપલો ભાગ.
  • ૩. (સ્ત્રી.) ઘંટીએ દળવા માટે બેસવાની નાની ખાટલી.
  • ૪. (સ્ત્રી.) ગાડામાં બેસવા ગોઠવાતી બેઠક.
  • ૫. (સ્ત્રી.) ચામડાથી મઢેલી પેટી. તે સામાન મૂકવા માટે ગાડીમાં રખાય છે.
  • ૬. (સ્ત્રી.) ચારપાઈ; ખાટલી; નાનો ખાટલો.
    • રૂઢિપ્રયોગ: માંચીનો માકડ = (૧) ઘરમાં પડી રહેનાર અથવા સાહસિક બુદ્ધિ વગરનો મનુષ્ય; કનડગત કરે અને ઘરમાંથી ન ખસે તેવું માણસ (૨) પોચું; નરમ: કોમળ.
  • ૭. (સ્ત્રી.) છાતીનો ભાગ; છાતીનું ચોકઠું
  • ૮. (સ્ત્રી.) નાના બાળકને સુવાડવાની ખાટલી.
  • ૯. (સ્ત્રી.) પારણું; ઘોડિયું.
    • રૂઢિપ્રયોગ: માંચી માંડવી = પ્રસૂતિ વખતે જણવા માટે માંચી ઉપર સ્ત્રીને બેસાડવી; ખાટલી ઉપર પ્રસૂતિવાળી સ્ત્રીને બેસાડી જણાવવું તે.
  • ૧૦. (સ્ત્રી.) હાથનુ એક ધરેણું,
  • ૧૧. (સ્ત્રી.) માટી કે રેતીવાળી જમીનમાં કૂવો ચણવા છેક તળે મુકાતી લાકડાની માંડણી.