મુક્તા

વિકિકોશમાંથી
  • પું.
    • (પિંગળ) એક સમવૃત્ત વર્ણમેળ છંદ. આ છંદ સંસ્કૃતિ છંદનો એક ભેદ છે. તેને સુખદા છંદ પણ કહે છે. તેના દરેક ચરણમાં આઠ જગણ એમ ચોવીશ અક્ષર હોય છે. તેમાં બારમા અક્ષર ઉપર વિસામો આવે છે.
  • સ્ત્રી.
    • એ નામની સંત સ્ત્રી; નિવૃત્તિનાથ અને જ્ઞાનદેવનાં બહેન. દા. ત. મુક્તાબાઈ વર્યાં અમરતા, હરિનું નામ ન ક્ષણ વિસાર્યું –શારદા
    • ગણિકા. કારણ કે, તે બંધન રહિત હોય છે.
    • ગંગાનાં હજાર માંહેનું એક નામ.
    • મુક્તિ.
    • રાસ્ના નામની વનસ્પતિ. (સં)
  • ન.
    • ઊંચી જાતનું હાથીના કુંભસ્થળમાં પાકેલું જવાહિર.
    • એક જાતનું હથિયાર.
    • ગોળ દાણો; મણકો.
    • છીપસુત; જલજ; મોતી; કાળુ માછલીની છીપમાંથી મોકળું થયેલ મોતી. દા.ત. શશિ ગોતી મોતી ગુલિક જલજ છીપીસુત નામ, મુક્તા તોરણ મામથી શોભે સુંદર ધામ, - પિંગળલઘુકોષ
    • નવ માંહેનું એક રત્ન.
  • વિશેષણ
    • છોડી દીધેલી. [ સં. મુચ ( છોડવું ) ]
    • ઘણાં; સંખ્યાબંધ. [હિં]
    • પૂરતું.