મુખત્યાર
Appearance
- ૧. પુંલિંગ
- એલચી; પ્રતિનિધિ; કોઈ તરફથી સત્તા મેળવીને તેના વતી કામ કરનાર વકીલ; મારફતિયો; બદલે કામ કરનાર માણસ; એકાદું કામ કરવા જેને કોઈના તરફથી સત્તા કે અખત્યારી મળી હોય તે માણસ; ‘એજન્ટ’.
- ૨. વિશેષણ
- કુલ અખત્યારવાળું; સત્તાવાળું; પોતાની મરજીમાં આવે તેમ કરવાને અધિકૃત; સર્વ હકવાળું; અખત્યારી લેનાર.
- સ્વતંત્ર; ઇચ્છા કે સત્તા ચલાવવાને કોઇના બંધનમાં નહિ તેવું; આપ અખત્યાર; પોતાની ઇચ્છામાં આવે તેમ કરી શકનાર.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: (ઉચ્ચાર: મુખ્તાર, અર્થ: અધિકૃત)
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 7271