મેરાયું

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (ન.)

અર્થ[ફેરફાર કરો]

  • ઉંબાડિયું; હાથે પકડીને ઊંચું રાખેલું કે ધરેલું સળગતું ડફણું.
  • બળતું ખોરણું; મસાલ; મેરિયું; દિવાળીની રાતે છોકરાં શેરડીને સાંઠે જે કાકડો બાંધી મસાલ કે દીવો કરે છે તે, દિવાળીમાં છોકરાં ઊંબાડિયા જેવો, હાથમાં ઝાલવાના ડોયાવાળો દીવો કરે છે તે, દિવાળીને દિવસે રાત્રિએ શેરડીની કાતળીમાં ભરાવી કરાતો દીવડો (જે છોકરા ફેરવવા નીકળે છે.)
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
      પારકાં મેરાયાંના તેજમાં કોઈ ઠર્યા હોય એમ સાંભળ્યું છે ક્યાંય ?…
      pārkā̃ merāyā̃nā tejmā̃ koī ṭharyā hoya ema sā̃bhaḷyũ che kyā̃ya ?…
      (please add an English translation of this quotation)
  • રમતમાં એકનો દાવ બીજાના ફાયદામાં વપરાય છે તે.
  • હાથે પકડી ઊંચું રાખેલું છોકરું. મશ્કરીમાં બોલાય છે.
  • હુક્કો. વ્યંગમાં બોલાય છે.

રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]

  • મેરાયું સીંચવું = દિવાળીને દહાડે દીકરા અને નવી વહુએ શેરડીના દાંડામાં ટોપરાનો વાટકો રાખી તેમાં ઘી અથવા તેલથી દીવો કરી ઘેર ઘેર પુરાવવા જવું.

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • મેરાયાં (બહુવચન)

સમાનાર્થી શબ્દ[ફેરફાર કરો]

  • મેરમેરાયું