મોડ
Appearance
- ૧. (પું.) અભિમાન; મૈડ; મરડાટ; ગર્વ.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- ‘ડાબલો નથી દાટ્યો પણ મારો ધણી તો છે ને? મારા માથાનો મોડ....’
- ઉદાહરણ
- ૨. (પું.) અંકુર; ફણગો.
- ૩. (પું.) ખેતરમાં ભાંગી પડેલાં કણસલાં.
- ૪. (પું.) ઘૂમવાનું સ્થળ; પાછા ફરવાનું કે ઘૂમરી લેવાનું ઠેકાણું; રસ્તાનો વળાંક.
- ૫. (પું.) ચોરાયેલી ચીજ પાછી મળવી તે.
- ૬. (પું.) જીદ; આગ્રહ; ટેક; હઠ.
- ૭. (પું.) જેવાની સામે તેવા થવું તે.
- ૮. (પું.) ઢબ; ઘાટી; મરોડ; બોલવા લખવાની ઈબારત.
- ૯. (પું.) પુરુષને માથે બાંધવાની પાઘડી.
- ૧૦. (પું.) ભાર; જોખમદારી.
- રૂઢિપ્રયોગ: મોડ મૂકવો = જવાબદારીનો ભાર ઉઠાવવો.
- વ્યુત્પત્તિ: [ સં. મુકુટ ]
- ૧૦. (પું.) લગ્ન વખતે બૈરાં માથે રાખે છે તે મોડીઓ : લગ્ન વખતે વરની માને કપાળે બાંધવાનો એક ઘાટ: સુથાડિયા નામના ઘા... Read More
- રૂઢિપ્રયોગ:
૧. માથે મોડ ઘાલવો = કોઈ કામની પહેલ કરવી.
૨. માથે મોડ હોવો = નાયક થવું.
- રૂઢિપ્રયોગ:
- ૧૧. (પું.) વાંક; વળ; વળાંક (રસ્તા ઇoનો)
- ૧૨. (પું.) વિલંબ; ઢીલ.
- વ્યુત્પત્તિ: [મોડું ઉપરથી]
- ૧૩. (પું.) હરસ; મસા.
- ૧૪. (પું.) હાથ, પગ કે કેડમાં થતું દુ:ખ.
- ૧૫. (પું.) હાવભાવ; નખરાં; નખરાંબાજી.
- ૧૬. (સ્ત્રી.) વાણિયા, સુતાર તેમ જ બ્રાહ્મણની એક નાતનું.
- ૧૭. (ન.) એ નામની નાતનું માણસ.
- ૧૮. (ન.) નિશાન.
- ૧૯. (ન.) એ નામની નાતનું.
- ૨૦. (ન.) ઘાટદાર; સુંદર.