લખાણ પર જાઓ

મોભ

વિકિકોશમાંથી

નામ(પુલિંગ)[ફેરફાર કરો]

  • આટાપાટાની રમતમાં કપાલપટ્ટી અને પાટીઓના મધ્ય ભાગમાંથી એક લાંબી રેષા કાઢવામાં આવે છે તે; મુરદંગ.
  • છાપરાનો મુખ્ય અને સૌથી ઊંચો ભારવટિયો; છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું; ધરના બે પડાળને જોડનારો વચલો આડો ભારવટિયો. ઘણું ઘરીને મોભ છાપરાના વચ્ચેના ભાગમાં હોય છે. મોભને કેચી કે છૂટા પાંખપકવાસા અથવા દીવાલ પાસે હોય તો તેના ઉપર ટેકાવવામાં આવે છે. દીવાલ ઉપર મોભ ખસે નહિ તેમ બેસાડી શકાય છે. મોભનું માપ ગાળા ઉપર આધાર રાખે છે. તોપણ તે કદી ત્રણ ઈંચથી ઓછા ઊંડાણનો ન હોવો જોઈએ. છાપરાના ટેકારૂપ મુખ્ય આડું લાકડું
ઉદાહરણ: નેવ નીર મોભ કદી પશ્ચિમ રવિ રહેણી. –સામળ
  • માપણની શિસ્ત લીટી.
  • (લાક્ષણિક) મુખ્ય ટેકો; જેની ઉપર બીજાનો આધાર હોય એવો મુખ્ય માણસ; મુખી; આગેવાન; વડો; વડીલ.
ઉદાહરણ: રિખવ જતાં આભાશાના ઘરનો મોભ તૂટી પડ્યો. -વ્યાજનો વારસ

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • મોભી

રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]

ઘરનો મોભે = કુટુંબનું આધારભૂત માણસ.