રંધ્ર

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • ખોડ; દોષ; દૂષણ.
    • ચંદું.
    • (જ્યોતિષ) લગ્નથી આઠમું સ્થાન.
    • હૃદયના ચાર માંહેનો એક ભાગ.
    • सं. છિદ્ર; ગર્ત; કાણું.
      • ઉદાહરણ “જે શબ્દ સુણી શ્રવણ રંધ્ર ફૂટ્યા. – નરસિંહ મહેતા.
  • ૨. પું.
    • નવની સંખ્યા બતાવનારી સંજ્ઞા; કેમ કે શરીરમાં છિદ્ર એટલે કે રંધ્ર નવ છે.
    • યોનિ; ભગ.

સંદર્ભ[ફેરફાર કરો]