લવણ
Appearance
- ૧. પું.
- સં એ નામનું એક નરક.
- ખાટો રસ.
- (પુરાણ) મધુવનમાંના મધુ રાક્ષસને રાવણની માસી કુંભીનસીથી થયેલો પુત્ર. તેના પિતા મધુએ પોતાના મરણ વખતે પોતાને રુદ્ર તરફથી મળેલું શૂળ તેને આપી કહ્યું કે, તું બ્રાહ્મણોને બિલકુલ પીડા કરીશ નહિ. પરંતુ તેણે બ્રાહ્મણોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. કોઈ રાજા તેને મારવા સમર્થ નીવડ્યો નહિ. માત્ર માંધાતા તેની સાથે એક વાર યુદ્ધે ચડ્યો, પણ તે તેમાં મરાયો. છેવટે રામચંદ્રના ભાઈ શત્રુઘ્નએ તેને માર્યો.
- શિવનું એક નામ.
- (પુરાણ) સાત માંહેનો એ નામનો એક સમુદ્ર; ખારાપાણીનો સમુદ્ર.
- સિંધુ દેશ.
- ૨. ન.
- ક્ષાર.
- તેજ; નૂર; કાંતિ.
- તેજાબ અને ક્ષારને પરિણામે ઉત્પન્ન થયેલો પદાર્થ. તેમાં એક અધાતુનું તત્ત્વ હોય છે. એ સંયોગને પરિણામે પાણી પણ ઉત્ત્પન્ન થાય છે. પણ તે ઉપરાંત જે બીજો પદાર્થ ઉત્પન્ન થાય છે તેને ક્ષાર કહે છે.
- બાહોશી; હોશિયારી.
- મીઠું; લૂણ; નમક; ક્ષારામ્લ; સિંધવખાર. વૈદ્યકમાં લવણની આઠ જાત આ પ્રમાણે ગણાવી છે : (૧) સિંધવ અથવા સિંધાલૂણ (૨) સમુદ્રમીઠું અથવા સાધારણ મીઠું (૩) બીડીલોણ, બીડલવણ અથવા વડાગરું મીઠું (૪) સૌવર્ચલ એટલે સંચર (૫) સાંબરમીઠું (૬) ઓદ્ભિદ્દ (૭) ગુટિકા અને (૮) પાંશુજ. ગુણમાં તે દીપન, સારક,વાતહર અને વાતિકારક મનાય છે. લવન ખાસ કરીને પેટશૂળ, આફરો અને પેટચૂંક વગેરે દરદોમાં વપરાય છે. પાચનશક્તિ માટે સિંધાલૂન અને બીડલવણ ચડિયાતાં મનાય છે. આ દેશની અંદર મીઠાનાં પોતાં ઝખમ ઉપર મૂકવામાં આવે છે. કોલેરા ઉપર પણ લવણનો ઉપયોગ થાય છે. મીઠાના પાણી વડે વ્રણ ધોવાથી તેનો સડો દૂર થાય છે.
- (વિ.)
- ખારું.
- લાવણ્યવાળું; સુંદર.
સંદર્ભ
[ફેરફાર કરો]- લવણ ભગવદ્ગોમંડલ પર.