લાવણ્ય

વિકિકોશમાંથી
  • ૧. (ન.) ખારાપણું; ખારાશ.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] લવણ ઉપરથી
  • ૨. (ન.) ચતુરાઈ.
  • ૩. (ન.) તેજસ્વી છતાં કોમળ મૃદુતાપૂર્ણ સુંદરતા; સૌંદર્યનો લખલખાટ; રૂપની મોહકતા; સુંદર ને મોહક તરલત્વ; નાજુક સુરેખપણું; ઊડતી છટાવાળી સુંદર ભભક; સૌંદર્ય; ખૂબસુરતી. લવણ વગરનો પદાર્થ ફીકો નીરસ લાગે છે. લવણમાં રહેલા એ રસતત્વને અવલંબીને ગુજરાતીમાં સલૂણું, અલૂણું અને સંસ્કૃતમાં લાવણ્ય એ શબ્દો ઘડાયા છે, સૌંદર્ય.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૧:
      પણ એમાં ક્યાંય સુલેખાને અંતરમાં રમતી મનોમૂર્તિનાં દર્શન નહોતાં થયાં. કાન્તિલાવણ્ય, લેખામાધુર્ય સુન્દરમ્ એ સર્વ લક્ષણો એકીસાથે ક્યાંય જોવા નથી મળતાં.
  • ૪. (ન.) ભાષાનું માધુર્ય; ભાષાની મીઠાશ; વાણીની સુંદરતા; છટા. સફાઈ, ભાષણ, લખાણ વગેરે માટે બોલાય છે.
  • ૫. (ન.) મુખની મીઠાશ.
  • ૬. (ન.) રોડઝ ટાપુનાં બ્રોનવેલ દંપતીના પ્રયોગથી સર્જાયેલું એ નામનું ગુલાબનું પુષ્પ. આ દંપતીએ વાંકડિયું ગુલાબ, ગુલાબી રાજકુંવરી, ઊઘડતી ઉષા, સૂક્ષ્મ શ્વેત, શરદની છાયા, સ્વર્ગીય છાયા વગેરે અનેક જુદા જુદા નામની જાતો પ્રયોગથી ઉત્પન્ન કરી છે.
  • ૭. (ન.) શીલની ઉત્તમતા.
  • ૮. (ન.) (લા.) લાલિત્ય, પૂર્ણ સૌંદર્ય