વડારણ
Appearance
- ૧. સ્ત્રી.
- કજિયો; ટંટો; લડાલડી;વઢવાડ.
- ખવાસણ; ગોલી; ચાકરડી; રાણીની દાસી; રાણીની તહેનાતણ; રાજદરબારમાં રાજાની સ્ત્રીની તહેનાતમાં રહેનારી સ્ત્રી.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧:
- “ગઈ કાલની મધરાતે દરબાર તખુભાના દીકરાના માથાની ખોપરી ફૂટી છે. દરબાર શિવુભાના ઘરની વડારણ છોકરી ઝબુની કોઈએ છેડતી કરી છે.”
- ૨. (વિ.)
- વિદારનાર; સંહારનાર; મારનાર.
- ઉદાહરણ
- “કંસનો વડારણ પેલો કાનુડો આયો.” – નરસિંહ મહેતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- વડારણ ભગવદ્ગોમંડલ પર.