વહ્નિ
Appearance
- ૧. પું.
- सं. અગ્નિ; દેવતા; આતશ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૧:
- “ગરીબ ખેડૂતને રેંસનારા વિષે, ભોળા ખેડૂતના અજ્ઞાનનો લાભ લેનારા વિષે, જ્યારે જ્યારે તેઓ બોલે છે ત્યારે ત્યારે વૈરની કલમની માફક વલ્લભભાઈની જીભમાંથી વહ્નિ વર્ષે છે.”
- ઉપયોગ
- અગ્નિ, વૈશ્વાનર, વહ્નિ, વીતિહોત્ર, ધનંજય, કૃપીટયોનિ, જ્વલન, જાતવેદા, તનૂનપાત, બર્હિ, શુષ્મા, કૃષ્ણવર્ત્મા, શોચિષ્કેશ, ઉષર્બુધ, આશ્રયાશ, બૃહદ્ભાનુ, કૃશાનુ, પાવક, અનલ, રોહિતાશ્વ, વાયુસખ, શિખાવાન, આશુશુક્ષણિ, હિરણ્યરેતા, હુજભુજ, દહન, હવ્યવાહન, સપ્તાર્ચિ, દમુના, શુક્ર, ચિત્રભાનુ, વિભાવસુ, શુચિ, અપ્પિત્ત એ ચોત્રીશ નામ અગ્નિનાં છે. તેમાં અપ્પિત્ત એ નપુંસકલિંગ નામ છે. – અમરકોષ
- અઠ્ઠાણું માંહેનો એક દેશ.
- એ નામનો એક ઋષિ.
- કૃષ્ણના એક પુત્રનું નામ. તે મિત્રવિંદાથી જન્મ્યો હતો.
- ચિત્રાનું ઝાડ.
- જઠરાગ્નિ.
- ત્રણની સંખ્યાનો સંકેત.
- ભિલામાનું ઝાડ.
- ભૂખ.
- યજ્ઞ કરનાર ઋષિ.
- રામની સેનાનો સેનાપતિ એક વાનર.
- લીંબુનો છોડ.
- (જૈન) લોકાંતિક દેવોના નવ માંહેનો એક પ્રકાર.
- વાહન.
- વિષ્ણુનાં હજાર માંહેનું એક નામ. હવિનું વહન કરે છે તેથી તે વહ્નિ કહેવાય છે.
- સૂર્યના એકસો આઠ માંહેનું એક નામ.
- સોમનું એક નામ.
- ૨. સ્ત્રી.
- એ નામની એક વેલ; ‘પોઈસગ’.
સંદર્ભ
[ફેરફાર કરો]- વહ્નિ ભગવદ્ગોમંડલ પર.