લખાણ પર જાઓ

વિકિકોશ:વિકિબેઝ

વિકિકોશમાંથી

અંગ્રેજીમાં આ મોડેલ સમજાવેલ છે એ અહીં જુઓ

Lexeme data model

વિકિડેટા જેવું ડિક્ષનરીનું વિકીબેઝ આધારિત મોડેલ તૈયાર કરાઈ રહ્યું છે. તેના સમકક્ષ અનુવાદનો અને તે અંગેના પ્રશ્નો સમજવા અહીં પ્રયાસ છે.--Nizil Shah (ચર્ચા) ૧૨:૦૭, ૬ એપ્રિલ ૨૦૧૭ (UTC)

Lexeme અથવા L-ID: L0000 (દરેક એન્ટ્રી માટે યુનિક નંબર)

[ફેરફાર કરો]

Lemma: (મૂળ શબ્દ)

[ફેરફાર કરો]
  • Language: (મૂળ શબ્દની ભાષા - ગુજરાતી માટે ગુજરાતી જ રેહવાની) - ૧ જ હોઈ શકે
  • Lexical category: (વ્યાકરણ વર્ગીકરણ/શબ્દનો વર્ગ/વર્ગીકરણ) - ૧ જ હોઈ શકે (ગુજરાતીમાં શબ્દના બે વર્ગ છે: ૧. આખ્યેય/વિકારી ૨.અવ્યય/નિપાત/અવિકારી.. આખ્યેય એટલે જેનું સ્વરૂપ બદલાય અને અવ્યયનું ન બદલાય. આખ્યેયનાં ચાર પ્રકાર: નામ, સર્વનામ, ક્રિયાપદ, વિશેષણ. અવ્યયનાં ક્રિયાવિશેષણ અવ્યય, નામયોગી/શબ્દયોગી અવ્યય, ઉભયાન્વયી/વાક્યપ્રયોગી અવ્યય, ઉદગાર/કેવળ પ્રયોગી અવ્યય. નિપાત પણ અવ્યય જ છે પણ એને અલગ ચર્ચવામાં આવે છે.
  • Statements: (વિધાનો) એવી વસ્તુઓ દર્શાવવા વાપરવું જે નીચે Form કે Sense વડે ન દર્શાવી શકાય. જેમકે વ્યુત્પત્તિ, શબ્દનું લિંગ, ઉચ્ચાર - એકથી વધુ દર્શાવી શકાય
  • Forms: (શબ્દ સ્વરૂપો) જેમકે ભૂત કે ભવિષ્ય સ્વરૂપ. જેમકે જવું --> ગયો, ગઈ, જશે, ગયો હતો. જોડે કાળ અને પહેલો પુરુષ વગેરે દર્શાવવું જોઈએ. - એકથી વધુ હોઈ શકે
    • દરેક સ્વરૂપ (Representation) અલગ મુકવું પડે અને તેના અને જેમાં લિંગ મુજબ કરવું કે કેમ એ પ્રશ્ન છે. દરેક સ્વરૂપ વ્યાકરણ લક્ષણ (Grammatical Feature) ને દા.ત. વર્તમાન કાળ-પહેલો પુરુષ-એક વચન એમ પાછું દર્શાવવું પડે.
  • Sense: (સમાન શબ્દાર્થો) દરેક શબ્દના એકથી વધુ સમાન અર્થ અહીં મુકવા. - એકથી વધુ હોઈ શકે - આ અર્થને એકથી વધુ ભાષામાં અનુવાદ કરવા શક્ય હોઈ શકે. આ દરેક અર્થને એક S-ID (જેમકે S1 માટે L000-S1) હોય જે યુનિક હોય. આ દરેક શબ્દાર્થને (Gloss) કહે છે.
    • દરેક શબ્દાર્થ માટે વધુ વિધાનો (Statements) હોય જે શબ્દાર્થને સંલગ્ન વધુ માહિતી રજુ કરવામાં મદદરૂપ થાય જેમકે ઉચ્ચાર, ઉદાહરણ, ફોટા, સમાનર્થી, વિરુદ્ધાર્થી, વગેરે..

પુસ્તક ડિક્ષનરી કરતા અને બીજી ઓનલાઈન ડિક્ષનરી કરતા આ એવી રીતે અલગ છે કે એમાં એક શબ્દના તમામ અર્થ એની નીચે આપેલ હોય છે. અહીં દરેક અર્થ દીઠ એક જુદો lemma હશે, ભલે ને એક જ સરખો શબ્દ હોય. જેમકે ગોળ એટલે વર્તુળ અને ખાવાનો મીઠો પદાર્થ એ બેય અર્થ એક શબ્દ નીચે અર્થ તરીકે નહીં પણ બે અલગ lemma તરીકે ઉમેરવામાં આવશે. ગોળના વર્તુળના અર્થમાં જ જો બીજો મતલબ જેમકે "બંગડી આકારનું" હોય તો એ જ lemma માં અલગ સેન્સ તરીકે ઉમેરી શકાશે. પછીથી જયારે સમાન શબ્દ સર્ચ કરશે તો cognate extension (જે અત્યારે આંતરવિકિ લીંક માટે એક્ટિવ છે.) વડે સરખા શબ્દો દર્શાવાશે.

નોંધ: સમાંતર કોશ (સમાનર્થી/વિરુદ્ધાર્થી) (Thesaurus), રૂઢિપ્રયોગ (Idioms), કહેવતો (Proverb), શબ્દસમૂહ માટે એક શબ્દ (Phrases) વગેરેને સમાવિષ્ટ કરવા માટે અલગ Lemma હશે..

  • Wikidata documentation: [૧]

ઉદાહરણ: L1234 (નામ માટે)

[ફેરફાર કરો]

Lemma (મૂળ શબ્દ): અંક

[ફેરફાર કરો]
  • Language (મૂળ શબ્દની ભાષા): ગુજરાતી
  • Lexical category: (વ્યાકરણ વર્ગીકરણ/શબ્દનો વર્ગ/વર્ગીકરણ): નામ
Statements (વિધાનો)
    • વ્યુત્પત્તિ: અંક્ (અહીં સંસ્કૃત શબ્દ અંક્ (L12366777)નાં અર્થ (S3) નિશાની કરવી = L12366777-S3) ને જોડ્યું .... આ ઉદાહરણ છે.) જોડે Qualifiers દા.ત. ભાષા: સંસ્કૃત મૂકી શકાય.
    • ઉચ્ચાર: ank.ogg (સાંભળી શકાય) જોડે Qualifier: બોલી: અમદાવાદી ઉચ્ચાર મૂકી શકાય.

વધુ વિધાન હોઈ શકે

Forms (સ્વરૂપો)
Sense (શબ્દાર્થો)
  • ચિહ્ન
    • વિધાનો:
      • શબ્દાર્થનું લિંગ/જાતિ: પુલ્લિંગ
      • વાક્ય: ત્યાં મને ન સમજાય એવો કોઈક અંક હતો.
      • સમાનર્થી: નિશાન; રેખા; આંકો

આ ઉદાહરણ બનાવવા ભગવદ્ગોમંડળનો આધાર લીધો છે જે પબ્લિક ડોમેનમાં છે.

ઉદાહરણ: L1235 (ક્રિયાપદ માટે)

[ફેરફાર કરો]

Lemma (મૂળ શબ્દ): જવું

[ફેરફાર કરો]
  • Language (મૂળ શબ્દની ભાષા): ગુજરાતી
  • Lexical category: (વ્યાકરણ વર્ગીકરણ): ક્રિયાપદ
Statements (વિધાનો)
    • વ્યુત્પત્તિ:या (ક્વોલીફાયર: ભાષા: સંસ્કૃત); जा (ક્વોલીફાયર: ભાષા: પ્રાકૃત)
      • નોંધ: ભૂતકાળ `ગયો` નું મૂળ `ગમ્` ધાતુના ભૂતકૃદત `ગત`માં છે.
    • ઉચ્ચાર: જવું.ogg (સાંભળી શકાય)

વધુ વિધાન હોઈ શકે

Forms (સ્વરૂપો)
(આ ઓટોમેટિક ઉમેરવાની બોટ દ્વારા વ્યવસ્થા થઇ શકે કદાચ)
  • જાઉં
  • જાય
  • જા
  • જાઓ
  • જતું
  • ગયું
    • પહેલો પુરુષ એક વચન સામાન્ય વર્તમાન કાળ નાન્યતર (અંદાજે લખ્યું છે.)
  • ગઈ
  • જઈશ
Sense (શબ્દાર્થો)
  • ગતિ કરવી. (ક્વોલીફાયર: સંદર્ભ: ગુજરાતી લેક્ઝીકોન, ભગવદ્ગોમંડળ)
    • વિધાનો:
      • વ્યાકરણ: અ. ક્રિયાપદ
      • સમાનર્થી: પગથી ખસતા ચાલવું, ખસવું, પાસેથી ખસવું
      • વાક્ય: વાહને ત્યાંથી ગતિ કરી.
  • સ્થાનફેર કરવો.

આ ઉદાહરણ બનાવવા ભગવદ્ગોમંડળનો આધાર લીધો છે જે પબ્લિક ડોમેનમાં છે. ઉપરાંત ગુજરાતીલેક્ઝીકોન મદદરૂપ થયેલ છે.

હાલનાં શબ્દકોશો

[ફેરફાર કરો]

ગુજરાતીમાં કેટલાક જુના-નવાં શબ્દકોશ જોતા જણાય છે કે અંગ્રેજીની માફક શબ્દકોશ ગુજરાતીમાં હોતા નથી.

મોટા ભાગે પ્રચલિત શબ્દ/મૂળ શબ્દ, તેનું વ્યાકરણ (નામ, સર્વનામ, વિશેષણ, કૃદંત વગેર), જાતિ (પુલ્લિંગ વગેરે), અર્થ (એકથી વધુ અને દરેક અર્થના સમાનર્થી, ક્યારેક વિરુદ્ધાર્થી), વ્યુત્પત્તિ (વ્યુત્પત્તિની ભાષા મુખ્યત્વે), ઉદાહરણ, સંલગ્ન રૂઢિપ્રયોગ+તેનો અર્થ વગેરે હોય છે.

આ તમામ બાબતો આ મોડેલમાં સચવાઈ જાય એમ લાગે છે. અન્ય કોઈ મુદ્દા હોય તો જણાવશો.--Nizil Shah (ચર્ચા) ૧૮:૧૮, ૯ એપ્રિલ ૨૦૧૭ (UTC)

Declension (વ્યાકરણ/વિભક્તિ રૂપાખ્યાન) તથા Gujarati transliteration ઓટોમેટિક બનાવતા ટેમ્પ્લેટ અંગ્રેજી વિક્શનરી વાપરે છે. આવું પ્રોગ્રામિંગ મદદરૂપ બની શકે. ઉદાહરણ: wikt:en:ઈંડું --Nizil Shah (ચર્ચા) ૧૧:૨૦, ૭ જૂન ૨૦૧૭ (UTC)

ભગવદ્ગોમંડળ

[ફેરફાર કરો]

ભગવદ્ગોમંડળમાં જે માહિતી છે એનું સામાન્ય મોડેલ બનાવવા પ્રયાસ કર્યો છે જેથી એને કેમ વિકિડેટામાં ઉમેરી શકાય તે સમજી શકાય.-Nizil Shah (ચર્ચા) ૦૭:૦૩, ૧૬ નવેમ્બર ૨૦૧૮ (UTC)

શબ્દ - અર્થ યાદી : અર્થ ક્રમ 1 - [વ્યુત્પત્તિ ભાષા]: જોડાક્ષર/એક શબ્દ [વ્યુત્પત્તિ શબ્દ 1 (અર્થ) + વ્યુત્પત્તિ શબ્દ 2 (અર્થ) +..] - વ્યાકરણ - વિષય - અર્થ અને તેના સમાનાર્થી - વધુ માહિતી/તેના સંલગ્ન વાક્યો/તે વાક્યોના અર્થ - ઉદાહરણ વાક્યપ્રયોગ અને તેનો સંદર્ભ - કહેવતો અથવા રૂઢિપ્રયોગો/તેના અર્થો/તેના અર્થોની સમજણ

Word | Meaning No. (one word can have multiple meaning) | Origin: Origin Language + Origin Word in Gujarati with its Gujarati Meaning (can be multiple or single words for origin along with meaning of each origin word) | Grammar Category | (Subject of the word for this meaning e.g. Music or Computing) | Meaning: Gloss sentence? + Synonyms | More info: More info (detailed aricle like infor or short 2-3 senence info) + More info related sentences etc. + Meaning of these sentences| Example: Example sentence + Example sentence Reference | Mutiple or single Phrases: Phrase No. + Phrase + Its Meaning + Explanation of the Meaning

Imported from [૨]

Supercompact view

[ફેરફાર કરો]