વિસ્તીર્ણ

વિકિકોશમાંથી
  • પું.
    • અવરોહ.
      • વ્યુત્પત્તિ [સંસ્કૃત]
      • (સંગીત) સિતાર બજાવવામાં ઉપયોગી એ નામનો એક આરોહી અલંકાર.
  • વિશેષણ
    • પ્રસરેલું; ફેલાયેલું; વિસ્તૃત.
      • ઉપયોગ
      • કીર્તિ થઈ નળની વિસ્તીર્ણ, જેમ સૂરજનાં પ્રસરે કીર્ણ. – પ્રેમાનંદ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૩:
      “પણ ખબરખાતાના વડા અને કલેક્ટરને શું કહીએ જ્યારે પ્રાંતના ગવર્નર સરકારની એટલે સરકારી અમલદારોની નીતિનો ખાસ વિસ્તીર્ણ બચાવ કરવા નીકળી પડે છે, અને તે બચાવ કરતાં પરિણામે ઊલટો સરકારને જ દોષપાત્ર સિદ્ધ કરે છે. આનું જરા વિસ્તારથી વિવેચન કરવું જરૂરનું છે."
    • મોટું; ઘણી લંબાઈ પહોળાઈવાળું; લાંબું.
    • વિસ્તાર પામેલું; વિસ્તારવાળું.

સંદર્ભ[ફેરફાર કરો]