સન્નિપાત

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ગભરાટ; મૂંઝારો, અજંપો, સતપત.
    • ત્રિદોષ; વાત, પિત્ત અને કફના પ્રકોપથી આવતો એક તાવ. સન્નિપાતમાં દરદી ખાટલાવશ હોય છે અને તે પોતાની મેળે ઊઠી કે બેસી શકતો નથી. શરીર શક્તિહીન અને નિસ્તેજ દેખાય છે. આંખની સ્થિતિ બરોબર હોતી નથી. શરીરના કેટલાક ભાગમાં તીક્ષ્ણ દુખાવો થાય છે અને મદદને માટે ચીસ પાડે છે. આ બધાં ચિહ્ન સાથે દરદીને ઘણી જ બેહોશી હોય છે. તે જોઈ શકતો નથી અને સાંભળી પણ શકતો નથી. તાવ કે ઝેરી અસરમાં થતો મનનો તીવ્ર વિકાર (આયુર્વિજ્ઞાન).
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૫:
      ચિત્તભ્રમની દશા જયારે સન્નિપાતે પહોંચી ત્યારે તો આભાશા એટલી ઉત્કટતાથી રિખવ સાથે વાત કરવા મંડી પડતા કે જાણે હવામાંથી હીબકાં સંભળાતાં હોય એવું ગમગીન વાતાવરણ ફેલાઈ જતું.
    • નાશ.
    • ( સંગીત ) સશબ્દ ક્રિયાના ચાર માંહેનો એક પ્રકાર; બંને હાથનો સામસામે ગમે તેમ આઘાત કરી અવજા કરી તાલ આપવો તે.
    • સંબંધ થવો તે; મેળાપ.
  • ૨. ન.
    • ફલિત જ્યોતિષમાં સૂર્ય જે નક્ષત્રમાં હોય તેનાથી ચૌદમું નક્ષત્ર.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

સમાનાર્થી[ફેરફાર કરો]

  • સનેપાત

સંદર્ભ[ફેરફાર કરો]