લખાણ પર જાઓ

સાંબેલું

વિકિકોશમાંથી
  • ૧. (ન.) આંગળીને વેઢે ગણાય તેવી ચીજ, વસ્તુ કે માણસ વગેરે.
  • ૧. (ન.) ભોંયતળિયે ધાબો કરતાં ટીપવા માટે વપરાતું લાકડાનું એક સાધન; એવું સાદું મકાનનાં તળ અને ધાબાં બેસાડવાનું સાધન
  • ૧. (ન.) મુશળ; ડાંગર વગેરે ખાંડવાનું છેડે લોખંડની ખોળવાળું બુંધું; ખાંડણિયામાં અનાજ ઓઘાવાનું કે કોઈ ચીજનો ભૂકો કરવાનું લાકડાનું ત્રણેક હાથ લાંબુ, લાકડીથી વધારે જાડાઈનું એક સાધન; મુશળ; ખાંડવાનું એક સાધન; ડાંગર વગેરે ખાંડવાનું છેડે લોખંડની કુંડલીવાળું અને નીચેથી સહેજ ઉપર પકડી શકાય તેવા ખાંચાવાળું લાકડાનું સાધન; મુસળું; ડાંગર વગેરે ખાંડવાનું છેડે લોખંડની કુંડલીવાળું અને નીચેથી પંદરેક સેન્ટિમીટર ઉપર પકડી શકાય તેવાં ખાંચાવાળુ લાકડાનું સાધન, મુસળ;
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત]. શબ
    • ઉપયોગ: વાસીદે સાંબેલું જાય, જોયા જેવો તાલ થાય. – અખો
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૭:
      દલુએ ધડોધડ સાંબેલાં મારવા માંડ્યાં. એક સાંબેલું મામીના માથા પર ઝીંકવાનું પણ એને મન થઈ આવ્યું, પણ માંડ માંડ એ ચળને એણે દાબી રાખી.
  • ૧. (ન.) વરઘોડામાં વરની પાછળ ઘોડે બેઠેલ બીજું છોકરું