સામ્ય
Appearance
- પું.
- (કાવ્ય) એ નામે એક અલંકાર.
- ઉપયોગ
- જ્યાં ગુણાદિ સમાન ધર્મકારણથી પ્રાપ્ત થયેલ જે અર્થક્રિયા અથવા કાર્યકારિતા એથી ઉપમાનની સમતા હોવાથી ઉપમેય હોય ત્યાં સામ્ય અલંકાર થશે. – કાવ્યશાસ્ત્ર.
- (કાવ્ય) એ નામે એક અલંકાર.
- ન.
- એકતા; એકરસતા; અનુરૂપતા; તાદાત્મ્ય; અભિન્નતા; અનન્યતા.
- મળતાપણું; સરખાપણું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૧:
- “લોકશિક્ષક તરીકે સરદારની તુલના સહેજે લોકમાન્ય તિલકની સાથે કરવાનું મન થાય છે. તેમનાં સુપ્રસિદ્ધ અહમદનગર અને બેલગામનાં ભાષણો જેમણે વાંચ્યાં હશે તેમને સરદારનાં આ ભાષણોનું તે ભાષણો સાથે અજબ સામ્ય જણાશે.”
- મેળ.
- સમતા; સમભાવ.
- સમતોલપણું.
- સમાનપણું; તુલ્યતા.
- વ્યુત્પત્તિ: सं.
- પું.
- (જ્યોતિષ) અઠ્ઠાવીસ માંહેનો એક ઉપયોગ. તે કર્યાની સિદ્ધિ અર્પે છે એમ મનાય છે.
- ઉંબરો નામનું ઝાડ.
- એ નામનો એક બેટ.
- એક પ્રકારના પિતરો.
- કુબેર.
- (જ્યોતિષ) તારાપુંજના સાત માંહેનો એ નામનો એક સમૂહ.
- નવ માંહેનો એક ખંડ.
- પ્રભવથી ૪૩ મો સંવત્સર; એ નામનું એક ઈડાવત્સર; બાર્હસ્પત્ય સંવત્સરનાં ૬૦ માંહેનું ૪૩મું વર્ષ.
- (પુરાણ) મય દાનવે કરેલું સભાગૃહ જોવા યુધિષ્ઠિર પાસે આવેલો એ નામનો એક ઋષિ.
- (જ્યોતિષ) વૃષભ વગેરે સમરાશિ.
- શિવનાં હજાર માંહેનું એક નામ.
- સૂર્યનું એક નામ.
- સોમના પુત્ર બુધ ગ્રહનું એક નામ.
- સોમરસ પીનાર બ્રાહ્મણ.
- ન.
- (જૈન) ઈંદ્રક વિમાનનું એક નામ.
- (શિલ્પ) એક પ્રકારનું ઘર; જેની જમણી તરફ બે પરસાળ તથા અંદર બે પાટડા હોય તેવું ઘર. રાજવલ્લભમાં લખે છે. કે: જ્ય ઘરની જમણી તરફ એક અલિંદ હોય તે અલિંદ આગળ એક અલિંદ કરી જયમાં પાટડો નાખવાથી તે સૌમ્ય જાતનું ઘર થાય છે. જે ઘરના મુખ આગળ બે અલિંદ અને વચ્ચે ષટ્દારુ એવું બે શાખાવાળું શાંત ઘર કહ્યું છે, તે ઘર આગળ એક મંડપ આવે તો તે સૌમ્ય નામે ઘર કહેવાય. એક પ્રકારનું ઘર જેમાં ઉત્તર, પૂર્વ અને પશ્ચિમે અલિંદ હોય અને અંદર બે પાટડા તથા ચાર સ્તંભો હોય છે. આક્રંદ ઘરમાં એક ષટ્દારુ નાખવામાં આવે તો તે સૌમ્ય ઘર થાય. Read Less
- વીસ માહેનું એક જાતનું નગર; નદીની ઉત્તરે વસેલું ગામ.
- શાંત સ્વભાવ. વિદ્યાવિજયજી મહારાજ લખે છે કે: શાંતતા બે પ્રકારની છે. એક બહારની અને બીજી આંતરિક. બને પ્રકારની શાંતિ રાખનાર સૌમ્ય પુરુષ સંસારમાં કોઈ ને કોઈ ભલું કામ કરી શકે છે અને પોતાના આત્માનું કલ્યાણ કરી શકે છે. Read Less
- (વિ.)
- આનંદી.
- ચંદ્રનું; સોમ સંબંધી; ચાંદ્ર; ચંદ્રમસી.
- તેજસ્વી; પ્રકાશમાન.
- પ્રિય દર્શનવાળું.
- શીતળ; મૃદુ.
- ઉપયોગ
- સામ્ય એ શબ્દનો મૂળ અર્થ ચંદ્ર સંબંધી એટલો જ છે. પરંતુ ચંદ્રપ્રકાશની શીતળતાને લીધે સૌમ્ય શબ્દનો અર્થ શીતળ, મૃદુ એવા પ્રકારનો થયો છે. – જ્યોતિર્વિલાસ
- શુભ; ભલું. બુધ, શુક્ર, ગુરુ, અને ચંદ્ર સૌમ્ય ગ્રહ ગણાય છે.
- સરખું.
- સુશીલ; શાંત; રૂડા સ્વભાવનું; સાલસ; સાત્ત્વિક વૃત્તિનું; વિવેકી સ્વભાવનું; સભ્ય.
- સુંદર; મનોહર.
- સ્નેહાળ.
સંદર્ભ
[ફેરફાર કરો]- સામ્ય ભગવદ્ગોમંડલ પર.