સાલ
Appearance
નામ (પુલિંગ)
[ફેરફાર કરો]- શાલ વૃક્ષ; સાગનું ઝાડ.
નામ સ્ત્રીલિંગ
[ફેરફાર કરો]- વર્ષ; બાર મહિના જેટલો કાળ; વરસ.†
- વર્ષની પાકની મોસમ; પાક.
- વર્ષાસન; વરસણ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][ફારસી]
નામ (નપુંસકલિંગ)
[ફેરફાર કરો]- કાંટો; શલ્ય.
- કિલ્લો; કોટ; ગઢ.
- કોશ હાંકતાં બળદને ચાલવાની જગ્યા; પૈયું.
- ગિલ્લીદંડાની એક રમત.#
- ઘર.
- દુ:ખ; સંકટ; પીડા; વિધ્ન.
- (લાક્ષણિક) નડતર; હરકત; આડખીલી; ફાંસ.~
- રાળ.
- વગડાઉ ચોખા; શાલિ; ભાત; ડાંગર.
- વીંધમાં બેસે તેવો લાકડાનો છેડો કે અણી; બંધબેસતો સાંધો; વીંધમાં બેસતો આવે એવો લાકડાનો ભાગ.↑
- બારીબારણાં અને બીજાં લાકડાનાં રાચરચીલાં કે ઉપકરણોમાં એક લાકડામાં ખાંચો પાડી બીજું લાકડું ભરાવવામાં આવે છે તે છોલેલો સાંકડો છેડો.
- જેમાંથી રાળ નીકળે છે તે હિમાલયવાસી એક ઝાડ
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો][સંસ્કૃત] શલ્ય
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- ↑૧. સાલ કાઢવું = (૧) આડખીલી દૂર કરવી. (૨) કાસળ કાઢવું. (૩) વીંધમાં બેસતો ભાગ કરવો; લાકડાને બેસતું કરવા અણી કાઢવી; બંધબેસતો સાંધો બનાવવો.
(૨) સાલ ઘાલવું = નડતર પેદા કરવું; નડે તેમ કરતું.
(૩) સાલ ટાળવું = જુઓ સાલ કાઢવું.
(૪) સાલ બેસાડવું = બરાબર સાંધો ગોઠવવો. - #સાલ ચડવું = ગિલ્લીદંડામાં સામા પક્ષને દાવ આપવાનું રહેવું.
- †(૧) સાલ ગુદસ્ત = ગયું વરસ.
:(૨) સાલ દર સાલ = પ્રતિ વર્ષ.
(૩) સાલ બ સાલ = વરસોવરસ.
(૪) સાલ હાથ = ચાલુ વર્ષ; ચાલુ સાલ.
ઉદાહરણ
[ફેરફાર કરો]- ~અમરતે તો રસ્તો સરળ કરવાને બદલે સામેથી સાલ ઘાલ્યું હતું, એના સૂચનમાં માનવંતીને નર્યા સ્વાર્થની જ ગંધ આવતી હતી. --વ્યાજનો વારસ