સુયાણી

વિકિકોશમાંથી

નામ (સ્ત્રીલિંગ)[ફેરફાર કરો]

પ્રસૂતિ કરાવનારી દેશી દાયણ; પ્રસવ કરાવનારી સ્ત્રી; દાઈ; દાયણ; પ્રસવ કરાવનારી સ્ત્રી.

અન્ય જોડણી[ફેરફાર કરો]

સોયાણી

રૂઢિ પ્રયોગો[ફેરફાર કરો]

  • જણનારીમાં જોર ન હોય તો સુયાણી શું કરે = પોતામાં શક્તિ જોઈએ.
  • ઝાઝી સુયાણીએ વેતર વંઠે = વધારે માણસો હસ્તક રખાયેલ કામ બગડે.
  • સુયાણી આગળ પેટ છુપાવવું નહિ = જાણકર પાસે અસત્ય નભે નહિ.

ઉદાહરણ[ફેરફાર કરો]

  • એમ બનવું કેટલે અંશે શક્ય હતું તે તો અમરત, માનવંતી અને જેઠી સુયાણી ત્રણ જ જાણતા હતાં. --વ્યાજનો વરસ