સોં
Appearance
- ૧. (સ્ત્રી.) જાગૃતિ; સ્ફૂર્તિ; શક્તિ; તેજી.
- ઉદાહરણ : ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
- ‘હવે ભાઈ તો જીવતે મૂઆ જેવા જ ગણાય ને ? ખાટલે પડ્યા ખોંખારો ખાવાનીય સોં નથી રહી.’
- ઉદાહરણ :
- ૨. (સ્ત્રી.) નિરાંત; સ્વસ્થતા; મનની સ્થિરતા.
- રૂઢિપ્રયોગ : સોં વળવી = (૧) નિરાંત થવી; સ્વસ્થતા મળવી. (૨) શક્તિ આવવી; સ્ફૂર્તિ આવવી.
- 3 (સ્ત્રી.) ભાન; શુદ્ધિ.
- વ્યુત્પત્તિ : [સંસ્કૃત] સંજ્ઞા
- ૪. (સ્ત્રી.) સમજણ; અક્કલ.