લખાણ પર જાઓ

હડફો

વિકિકોશમાંથી
  • ૧. (પું.)
    • ઇસ્કોતરો; પૈસા રાખવાની નાની પેટી.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૯૪:
      પેઢીનો આખો હડફો ચતરભજ હાથ કરી લિયે.
    • ખાઉધર; જબરો જમનાર માણસ.
    • જડસો; મૂર્ખ માણસ; બેવકૂફ આદમી; અડબંગ.
    • ધપ્પો; હડસેલો.
  • હડફ લઈને પૈસા નાખી શકાય અથવા કાઢી શકાય તેવી સગવડવાળી પેટી અથવા પેટીનું ખાનું.
    • વ્યુત્પત્તિ:

હિન્દી हडप्फ;

      • સરo

મરાઠી हडपा,

      • [કાનડી].हडप
    • રૂઢિપ્રયોગ: હરી ફરીને હડફે હાથ = અવારનવાર થેલીમાં હાથ નાખવો તે.
    • હથિયાર કે કાટલાં રાખવાનું લાકડાનું નાનું ખોખું,ઓજાર રાખવાની પેટી.
  • ૨. વિશેષણ
    • અવ્યવસ્થિતપણે બધામાં માથું મારનાર.