હાડ

વિકિકોશમાંથી
  • ૧.પું.
    • ટેક.
      • ઉપયોગ
      • હરિ જાયે નહિ હાડ મારો, હરિ જાયે નહિ હાડ. – નરસિંહ મહેતો
  • ૨.સ્ત્રી.
    • ટાઢ.
      • ઉપયોગ
      • ઉનાળે તાવડ, ચોમાસે મેહ, શિયાળે હાડ સહે કેમ દેહ. – પ્રેમાનંદ
    • તિરસ્કાર; ધુત્કાર.
  • ૩.ન.
    • અસ્થિ; હાડકું.
    • કપાસ પીલવાનું સ્થળ.
    • કપાસનાં ડોડવાં ભરી રાખવાનો વાડો.
    • શરીર.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૪:
      ‘તમે જાણતા ન હો તો હું તમને કહું છું કે હું ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનું લોહી મારા હાડમાં વહે છે. મને ખેડૂતનું કંગાળપણું સાલે છે, ખેડૂતના દર્દથી મારું દિલ દુ:ખી રહે છે.’
    • શરીરનો બાંધો; હાડકાંનું માળખું,કાઠું.
    • હદ.
    • હૈયું; હૃદય; અંતર.
    • આદિનું, અંદરનું, મૂળનું જેવા અર્થમાં શબ્દપ્રયોગોમાં પૂર્વપદ તરીકે વપરાય છે (ઉદાo હાડે શિક્ષક) (સાર્થ)
  • વિશેષણ
    • તિરસ્કારને પાત્ર; ધુત્કારવા યોગ્ય.
  • અવયય
    • ઘણું જ.
    • છેલ્લી હદે.
  • રૂઢિપ્રયોગ
    • ભૂંડું હાડ = તિરસ્કારને પાત્ર.
    • હાડ જવું = છેલ્લી હદે જવું.
    • હાડ ગળવું = શરીર દૂબળું પડવું.
    • હાડ જવું = ખરું રૂપ પ્રકાશવું; વંઠી જવું; છેલ્લે પાટલે બેસવું; પૈસે ટકે છેક દુર્બળ થવું.
    • હાડ દૂઝવું = હાડકામાં સળો થવો.
    • હાડ નરમ હોવું = નરમ શરીરનું હોવું.
    • હાડ ભાંગવાં = સખત માર મારવો; ખૂબ મહેનત કરવી; તન દઈને મહેનત કરવી.
    • હાડ વળવું = શરીર સુધરવું.
    • હાડવેર = કટ્ટી દુશ્મનાવટ.
    • હાડ હસે ને લોહી તપે = સગું હોય તેને લાગણી થાય.
    • હાડની કાંચળી થવી = શરીરનું ભાંગવું.
    • હાડે હાડે લાગવું = દિલમાં લાગવું.

સંદર્ભ[ફેરફાર કરો]