હાય

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • અંતરના ઊંડા દુ:ખની બદદુવા; શાપ; નિસાસો.
      • ઉપયોગ
      • તુલસી હાય ગરીબકી કબૂ ન ખાલી જાય, મૂએ ઢોરકે ચામસે લોહા ભસ્મ હો જાય. – તુલસીદાસ
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૪૧:
      “આ બધાં અને બીજાં જેમનાં નામ આપી શકું છું તેઓ બારડોલીની હાય સાંભળીને ત્યાં ગયાં છે.”
    • ગજબ.
    • દયા.
    • નિરાંત.
      • ઉપયોગ
      • હું એવા માંદા વિદ્યાર્થીને આશ્વાસન આપતો કે ફિકર નહિ, તને નાપાસ નહિ કરું, સિક પ્રમોશન અપાવીશ ત્યારે વિદ્યાર્થીને હાય વળતી. – ગિજુભાઈ
    • ફિકર; ચિંતા; ઉચાટ; વ્યાધિ; અફસોસ.
    • ભય; બીક.
    • શક્તિ; બળ; જોર; હામ.
    • હા કહેવી તે.
      • ઉપયોગ
      • સર્વ લોકે કરી હાય રે, જયઘોષ અતિ ત્યાં થાય રે. – પ્રેમાનંદ
  • અવ્યય
    • દુ:ખ, ત્રાસ અને અફસોસનો ઉદ્ગાર.

સંદર્ભ[ફેરફાર કરો]