અકરણ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ

અર્થ[ફેરફાર કરો]

  • કરણ – ઇંદ્રિય વગરનું
  • દેહઇંદ્રિયાદિરહિત (પરમાત્મા)
  • ભૌતિક ઇંદ્રિયાદિથી પર (બ્રહ્મપરમાત્મતત્ત્વ વગેરે).
  • સાધનનો અભાવ.
  • ન કરવું તે; કાર્યનો અભાવ
  • કર્મ નહિ કરનાર.
  • કુદરતી; અસલ.
  • ન કરવા જેવું.
  • (ડિંગળ) અસંભાવ્ય; અઘટનીય; ન બને એવું.

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુંસક લિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સંસ્કૃત]. અ + કરણ ( કર્મ )

અર્થ[ફેરફાર કરો]

  • ખનીજ, ‘ઇન્ઑર્ગેનિક’ (ન○મૂ○શા○ )
  • (વેદાંત) કર્મનો અભાવ; નિવૃત્તિ; કર્મના ફલ રહિત હોવાપણું. સાંખ્ય અનુસાર સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કર્મ અકરણ એટલે કે ન કર્યા સમાન થઈ જાય છે અને એનું કંઈ પણ ફળ હોતું નથી.
  • ન કરવું તે.

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સંસ્કૃત] અ + કરણ ( કર્મ )

અર્થ[ફેરફાર કરો]

  • ઈશ્વર; પરમાત્મા, જે દેહ ઇંદ્રિયાદિ રહિત છે.

પ્રકાર[ફેરફાર કરો]

અવ્યય

અર્થ[ફેરફાર કરો]

વિના કારણ; બેસબબ.