અયુક્ત

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • જોરજુલમ.
  • ૨. (વિ)
    • અજુગતું; અયોગ્ય; અણઘટતું; નાલાયક; અનુચિત.
      • વ્યુત્પત્તિ सं. = અ ( નહિ ) + યુક્ત ( વાજબી )
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ (overall work in Gujarati), page ૨૨૦:
      ‘બારડોલીની વર્તમાન લડત શુદ્ધ આર્થિક લડત છે અને સામુદાયિક સવિનય ભંગના એક અંગરૂપ નથી’ એ વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યો. ‘મારી તપાસથી મને સંતોષ થયો છે કે આ પ્રવૃત્તિના સંચાલકો બારડોલીના ખેડૂતોને જે ક્રૂર અન્યાય થયેલો તેઓ સાચી રીતે માને છે તે દૂર કરવા માટે પેાતાથી બને તેટલો પ્રયત્ન કરવા ઉપરાંત બીજા કોઈ પણ હેતુથી આ લડત આગળ ચલાવવા પ્રેરાયેલી નથી. આ લડતમાં વ્યાપક રાજદ્વારી હેતુ બિલકુલ નથી, છતાં તેવા હેતુનું સરકાર આરોપણ કરે છે તે અતિશય અયુક્ત અને અન્યાયી છે.’
    • અસત્ય; ખોટું.
      • વ્યુત્પત્તિ सं. = અ ( નહિ ) + યુક્ત ( સાચું )
    • આફતમાં પડેલું; દુઃખી; આપત્તિ પામેલું.
    • ઉદાસ; ખિન્ન; અણમનું.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

હિંદુસ્તાની
    • ચંચળ; અસ્થિર મનવાળું; ચિત્તને વશ ન કર્યુ હોય એવું.
    • જેની નિમણૂક ન થઈ હોય એવું.
    • ધ્યાન વિનાનું; અસાવધ.
    • નહિ જોડાયેલું; છૂટું; અલગ; નોખું.
      • વ્યુત્પત્તિ सं. = અ ( નહિ ) + યુક્ત ( જોડાયેલું )
    • નહિ પરણેલું; કુંવારૂં.
    • ન્યાય વિરુદ્ધનું; ગેરવાજબી; ખોટું.
    • બહાર ઊઘડતું.
    • બંધબેસતું ન આવે એવું.
    • બેકાર; કામધંધા વગરનું.
    • સંબંધ વગરનું; અસંબદ્ઘ

સંદર્ભ[ફેરફાર કરો]