અલખ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સંસ્કૃત] અ ( નહિ ) + લક્ષ્ય ( દેખાય તેવું )

અર્થ[ફેરફાર કરો]

  • ખોજાઓની માન્યતા પ્રમાણે વિષ્ણુનો બીજો અવતાર.
  • (ડિંગળ ) વિષ્ણુ
  • પરમેશ્વર; બ્રહ્મ. તે આકાર વગરના હોવાથી અદૃશ્ય છે.
  • ભીખ માગતી વખતે અને પરસ્પર મળતી વખતે ગોસાંઈઓથી બોલાતો શબ્દ.†
  • શિવ; શંકર.
  • બ્રહ્મ
  • ( પિંગળ ) ષટ્પદી છપ્પયની જાતનો એક વિષમજાતિ માત્રામેળ છંદ. તેમાં ૪૫ ગુરુ અને ૬૬ લઘુ મળી ૧૧૧ વર્ણ ને ૧૫૬ માત્રા હોય છે.

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રીલિંગ)

અર્થ[ફેરફાર કરો]

અલેક, અહાલેક. (લાક્ષણિક) સ્ત્રી○ વિશાળ સંપત્તિ. મિલ્કત.‡

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુંસકલિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • બ્રહ્મ.
  • એ નામની એક જાતનું ઘોડું.

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ

અર્થ[ફેરફાર કરો]

  • અકળ; ધ્યાનમાં ન આવે એવું; અગોચર; અજ્ઞેય.
  • આકાર વિનાનું; નિરાકાર.
  • ઘોડાની એ નામની જાતનું.

રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]

  • †અલખ જગાવવો = (૧) પરમાત્માના નામ પર ભિક્ષા માગવી; ભિક્ષા માગવી. (૨) પોકારીને ઈશ્વરનું સ્મરણ કરવું.

ઉદાહરણ[ફેરફાર કરો]

  • ‡પિતા અલક મૂકે ઘણી, કર્મહીણ હોય પુત્ર, ધન વિનાનો તે રહે, ભીખ માગતો પુત્ર. – શામળ
  • સૃષ્ટિની રહસ્યમયતાના ચિન્તન માટે અનુકૂળ ગણાતા રાતના પહોરે એકાંતનો–અલખનો–ગેબનો આરાધ ગવાતો હતો. વ્યાજનો વારસ