ઓશિયાળું

વિકિકોશમાંથી
  • ન.
    • ઓશિયાળું હોવાની સ્થિતિ; ઓશિયાળાપણું.
    • પાડ; ઉપકાર,
    • ગરજ.
    • વશ રહીને વર્તવાપણું; અધીનતા, પરાધીનતા, વશિતા
    • અવશ; લાચાર.
  • વિશેષણ
    • આશ્રય, ઉપકાર કે ગરજને લીધે પરાધીન કે દબાયેલું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૨:
      ‘એ હું ક્યાં નથી જાણતો ?’ ચતરભજે ઓશિયાળે ભાવે કહ્યું.
    • ગરજુ; ગરજ હોય એવું.
    • દેણદાર; દેવામાં હોય એવું.
    • દુખણું; પારકાની આશા રાખવાવાળું.
    • નિરાધાર; આશ્રય વગરનું.
    • (લા.) શરમિંદું; ઝંખવાણું; ભોંઠું.
    • ઉદાહરણ : શાને કાજે શામ થાઓ ઓશિયાળા. – દયારામ.
    • વશ રહીને વર્તનારું, અધીન, પરવશ.
    • ગરજ હોય તેવું, ગરજુ, પારકાની આશા રાખનારું, બીજા ઉપર ભરોસો રાખીને જીવનારું.
    • ઓશિંગણ; આભારી.